' શહીદ '
?♂ ?♂ ?♂
સુંદર, સ્વચ્છ ફળિયું
અને ફળિયાના એક ખૂણે પડેલ ખાટલો....
એક ખુણે થતા ઘમ્મર છાસના વલોણા...
ભામ્ભરતી ભેંસોનો અવાજ અને વળી વૃક્ષ પર બેઠેલી કોયલનું મીઠુ સંગીત...
ફળિયાની ઓસરીમા કિચુંડ-કિચુંડ કરતી હીંચકાની અવાજ...
હીંચકે હીચકતા વૃદ્ધ દંપતીની એકનો એક
આંખોનોઁ. તારો....!!!!
ઓરડાની અંદર રહેલી, ઘૂમટૉ તાણી ,હાથમા સિંદૂરની
ડબ્બી લઇ , મીઠુ મલકાતી , જીવતરમા રહેલી અધુરી ઇચ્છાઓના શમણાં...
અચાનક એક સુસવાટા ...સાથે , તુફાની આંધી અને
દરવાજાના એક જોરદાર ધક્કા સાથે નંદવાયેલી કાંચની ચુંડીંયો અને હાથમા રહેલ
સિંદુરની ડબ્બી પડી જતા ઓરડામા ચારે કોર વેરણ-છેરણ થયેલું સિંદૂર
ડેલીની કરડાતી અવાજ અને સાંકળનો ખડખડ થતો અવાજ
ડેલીએ ડોકિયું કરી ઉભેલો એક નવજવાન...
શહીદ થયેલા પોતાના મિત્રનો સંદેશ લઈને અદબથી ઉભો હતો .
પાંપણની જાલર પરથી સરી પડેલ
અશ્રુઓનો ધોધ....
સ્તબ્ધ બની ગયેલી હીંચકાની કિચુડ કિચુડ અવાજ
છવાયેલી એક નીરવ શાંતી
ચોમેર સન્નાટો....
:-મનિષા હાથી
??? ?