???????
???????
_પરબના પાણી પડીકે લાવ્યા , , ,_
_ગાય ગઈ ને થેલીઓ લાવ્યા . . ._
_રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા , , ,_
_મિત્રો બદલે મોબાઈલ લાવ્યા . . ._
_ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા , , ,_
_Walk ની જગ્યાએ walker લાવ્યા . . ._
_મંદિરો મેલી Multiplex માં ભાગ્યા , , ,_
_રમતો વિસરાઇ Computer લાવ્યા . . ._
_શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા , , ,_
_માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા . . ._
_ગામડા હવે શહેરમાં ભાગ્યા , , ,_
_જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા . . ._
_ઘરની જગ્યાએ મકાન બાંધ્યા , , ,_
_માતાની બદલીમાં આયા લાવ્યા . . ._
_પાણીયારા ગયા filter લટકાવ્યા , , ,_
_ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા . . ._
" જગત " ને ભૂલી ભોગમાં અટવાયા , , ,_
_કોને ખબર શું ખોયું ને શું લાવ્યા . . . !!_
જો ધર્મ હશે તો બધુજ જવા છતાં કાંઈ ગયું નથી,
અને.. અને ધર્મ નહિ હોય તો બધું જ હોવા છતાં કાંઈ જ બચ્યું નથી.
સારી-નરસી દરેક પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી કર્તવ્યો નું યથાશક્તિ પાલન કરનારા મહાનુભાવ આપને શુક્રવારની સારંગી સવારે આપના મિત્રનાં સરસમજાનાં *જય જીનેન્દ્ર*...
???????
???????