પ્રિયે..
સૂર્ય નથી છતાં તારાં વીનાંની સાંજે અસ્ત છું પ્રિયે.
તું એક નજર નાંખીને મને મસ્ત બનાવતી જા પ્રિયે..
ભલે ને પછી સુકાઈને સદાયને વિખેરાઈ જાઉં હું..
બસ તું એકવાર ગુલાબ સમજી સ્પર્શી જા પ્રિયે.
વિયોગ તારો મને એક જ શરતે મંજુર છે..
કે શરત વગરની એક મુલાકાત કરી જા પ્રિયે..
કોફી નાં ઘૂંટ અને પીઝાની મજા તો લઈ લીધી.
ચા ની ચૂસકી પર એક મહેફિલ સજાવી જા પ્રિયે..
મૃગજળને પામવાની ઈચ્છાઓ પણ પુરી થઈ જશે..
સપનામાં આવીને મને પ્રેમથી સતાવી જા પ્રિયે..
કબૂલ છે તારું મને મઝધારે આમ મૂકીને જવું પણ..
હાથ છોડાવવા માટે ખાલી હાથમાં હાથ મૂકી જા પ્રિયે..
અંતે ફકત એટલું જ તારી પાસે માંગે તારો 'શિવાય'..
હું લખું ને લોકો તને વાંચે એટલી દુવા કરતી જા પ્રિયે..
-જતીન.આર.પટેલ
(શિવાય)