રહ્યો છું સાવ ખોટમાં ને તોયે તમ સાથ 'કારોબાર' કર્યો છે,
ખોવાનું હતું એ તો હું ખોઈ ચૂક્યો છું બહુધા ક્યારનું,
બચી-કૂચી યાદો હવે સ્ટોક ક્લિયરન્સમાં વેચવા કાઢી છે,
રહી ગઈ છે હવે ફક્ત લાગણી, સંવેદના અને વેદનાઓ,
બે-પાંચ વરસે પડી પાકીને બમણી થાય એ આશ પર,
કૂણી લાગણીઓની તમારી મેં એફડી કરાવી દિધી છે!!