શુ લાગે છે જિંદગી તને ? જે મેળવવાની ઈચ્છા છે તે મળશે તને? હા મળશે મને, સંવેદના ને કહીશ ક્યારેક મારી માટે પણ વહે ને!! હૃદય ના સ્પંદન ને કહીશ ક્યારેક મારી માટે તો ધબક... ઉછળતી ઊર્મિઓને કહીશ આજે મારી માટે ઉછળને... મનના તરંગ ને કહીશ આજે મારી માટે વિચારને... પછી કોણ મારા સ્વપ્નાં ને પુરા કરતા રોકી શકે!!!