BYSS....
(ભારતીય યુવાશક્તિ સંગઠન સંસ્થા)
યાદ છે મિત્રો...?
આપણા માતૃભારતી પરિવારે દોઢ વર્ષ પહેંલા વાવેલું એક બીજ...
ચાલો હું યાદ અપાવું...
આજથી દોઢ વર્ષ પહેંલા માતૃભારતીના મિત્રોએ ભેગા મળીને જન કલ્યાણના કાર્યો કરવા માટે BYSS ની સ્થાપના કરી.
૨૫% સુધી આગળ પણ વધ્યા. પરિવારના જે સદસ્ય આ સંગઠનમાં જોડાયા એમણે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા.
પરંતુ કહે છે ને કે "સારા કામમાં સો વિઘ્નો" હોય છે,તો બસ આવું જ એક વિઘ્ન આવ્યું હતું,સંસ્થાનું રજીસ્ટ્રેશન કરવાનું.
નામ નેશનલ લેવલનું છે,રાજકીય પાર્ટીને લગતું છે. આવા તો કેવા કેવા અતરંગી કારણો આપીને આપણી ફાઇલ ૪-૫ વાર રિજેક્ટ કરી. અને રજીસ્ટ્રેશનના અભાવે દેશ સ્તરનું કાર્ય અટકી પડ્યું.
અહિંયા મહાદેવની ઇચ્છા કંઈક ઓર જ હશે કદાચ...
એ અરસામાં મારી મુલાકાત દક્ષિણભારતના એક સામાજિક કાર્યકર્તા સાથે થઇ. એમણે સૂચન આપ્યું કે પહેંલા તો નામ બદલો.
અને નવા નામના બેનર હેઠળ કામગીરી કરો છો એના સચિત્ર અહેવાલ બનાવી એની ફાઇલ તૈયાર કરો.
બસ આપણને તો જાણે રાહ મળી ગઇ. મારે યુ. એસ. જવાનું થયું,પણ જતાં જતાં મહાદેવની ઇચ્છાથી, " સ્વર્ગ સેવા સંસ્થા"ની
સ્થાપના કરી.અને દક્ષિણભારતની ટીમને વર્ષોથી કરવામાં આવતા સેવાના કાર્યોનો સચિત્ર અહેવાલ બનાવવાની સલાહ આપી દીધી. આ કામગીરી સતત દોઢ વર્ષ ચાલી અને એકદમ મજબૂત ફાઇલ તૈયાર થઇ.
ફાઇનલી દોઢ વર્ષના અથાગ પ્રયત્નો પછી
"સ્વર્ગ સેવા સંસ્થા "નું રજીસ્ટ્રેશન આજે થયું.
મારે મન તો જાણે શ્રાવણ ફળ્યાની અનુભૂતિ થઇ..
એક વર્ષ પહેંલા માતૃભારતી પરીવારે એક બીજનું વાવેતર કર્યું હતું... એ આજે અંકુરિત થયું છે... અને હવે એ સમય દૂર નથી કે એ બીજનું વૃક્ષમાં રૂપાંતર થાય...
બસ હવે તો દિવસે ના વધે એટલું રાત્રે વધશે...
આટલા દિવસ સેવાના ઝરણાં અલગ અલગ દિશામાં વહી રહ્યાં હતાં... હવે એ બધાં ઝરણાં ભેગા મળીને એક નદીમાં પરિવર્તિત થઇ જગતમાતાની જેમ જ જગત કલ્યાણના કાર્યો કરશે...
જેમકે અનાથાલયમાં સેવા કરવાની...
સ્ત્રીઓને માર્શલઆર્ટની તાલીમ આપવાની...
આત્મહત્યા કરેલ વ્યકિતની લાવારીસ લાશોને એના સ્થાને પહોંચાડવાની...
હાલમાં જ આપણી ટીમે મળીને "મારૂતિ ઇકો" ગાડીને એમ્બ્યુલન્સમાં મોડીફાઇ કરી સેવામાં આપી છે...
એમાં નિ:શુલ્ક સેવા આપવાની અને પેટ્રોલ પણ આપણી ટીમ જ આપશે..
દક્ષિણભારતમાં આપણી ટીમ આ કાર્ય છેલ્લા ૩-૪ વર્ષોથી કરી રહી છે...