.(1)
કોઇ
લેબોરેટરીમાં
જઇ
પ્રેમનો
એનાલિસિસ
રિપોર્ટ લાવી આપો
તો સારૂ
મારે જાણવું છે
બંધારણમાં
તત્વ છે?
સંયોજન છે?
એમાં કયા કયા પદાર્થો છે?!
(2)
મા,
કરણ પટમાં ગૂંજતા'તા
હાલરડાના ગીત
શબ્દો ખર..ખર..ખર..ખરતા'તા
શબ્દો ઝર..ઝર..ઝર...ઝરતા'તા
ડૂમાની નદીઓના વહેણ
આંખ્યેથી પાછા વળતા'તા
તરંગમાં
મા તારો ચહેરો તરતો દેખાતા
તારી કને આવવા દોડયો
ત્યાં તો પવન પાલખીએ બેસી
દૂર સુદૂર જતા'ર્યા
મારા હાથ ખાલીખમ રહી ગ્યા!
(3)
કેટલાય વર્ષો તું
રહી હમસફર મારી
તાત,ભ્રાત, માત,સખી
બનીને સાથૈ
સાવ અડોઅડ ચાલી
સાવ લગોલગ ચાલી
જીવતરના વિષ તે પીધાં
અમને અમરત પીવરાવ્યાં
ધગધગતા તાપ સામે
તું પથરાણી બનીને છાયા
કવચ થઇ લપાટાઇ
મા...અવનવા.રૂપ તારાં જોયાં
છતાં ના પરખાયા
લાગે છે શિશુ કાજે
તુ જ છો ધરતીનો દેવ
શિશુ કાજે
મા તું ધરતી દેહ!
(4)
થયું મને કે કાગળ લખું
જયાં હાથમાં કલમ લઉ
ત્યાં વળગી પડે રોમે રોમે
તારા સ્મરણ...
હું તો હું ન રહું
લખવાનું તો ઘણું ઘણું મન છે
પહેલા શું લખું?
હુંઅવઢવમાં છું
છે. સબંધની વણઝાર સામે
કોનો પકડું કર?
જયાં ઉણા લાગતા સહુ
મને કેવળ કાનો લગાડું
ત્યાં ઉમટયો. હેત દરિયો
તણાઇ. ગયો. હું
કલમે પણ કહયું
અલવિદા.....અલવિદા
બસ હવે અહીં અટકું છું!