(1)
એક અંજલિ જળ
સાથે મળે સૂજીવની મંત્ર
પળ-બે પળ ઉછીનો
તો?...તો...
મારેથયેલ અવતારીપુરૂષોને
પંકતિમાં ઊભા રાખી
ફકત એક સવાલ પૂછવો છે
સુખ શામાં છે?
સુખ કયાં મળે છે?
સુખ શી રીતે મળે છે?
પ્રત્યુત્તર મેળવી
એ માર્ગે હું પ્રયાણ કરીશ
મારે એમની યાદીમાં
ઉમેરો કરવો છે!
(2)
કદાચ
ઇશ રાજી થાય
કહે માંગ. માંગ. વત્સ
તો હું કહુ
બનાવો મને
શાહનો. શાહ (બાળક)
બાળક થાવ પછી
રોજ મઝા....મઝા
નિશ્છલ...નિર્દોષ
આનંદના. ખજાનાના
કુબેરપતિ બનવાનું
સૌભાગ્ય આપ મને પ્રભુ!
(3)
મા
તારી યાદનું બીજ
વિસ્તરી
ઘટાટોપ વટવૃક્ષ
બની જાય
એની છાંવમાં
નીડ રચી
સખ્ય સદવારે
જીવન માણુ
એ જ મારી
ઝૂખનં....છે...મા!
(3)