હાથી મહાકાય હોય છે પરંતુ તેને પણ એક નાના અંકુશથી વશમાં કરી શકાય છે. એક નાનકડો દીવો પોતાની ચારેબાજુનો અંધકાર દૂર કરી દે છે. એક નાનો હથોડો મોટા મોટા પર્વતોના પત્થરો તોડી નાખે છે. વસ્તુઓના નાના-મોટા આકારને ન જોતા તેમના ગુણોને જુઓ. એમની શક્તિ જ તેમના ગુણો છે. - ચાણક્ય