*અવનિ*
અવનિએ ઓઢી આજ હરિત રંગની ઓઢણી.
કેશમાં ફલોને લતાઓની વેણીની કરી ગુંથણી.
આજ અવનિએ સજ્યા સોળ શણગાર.
અવનિ મળવાં પિયુએ વરસાવી હેતની ધાર.
રંગબેરંગી પતંગોથી તારો પાલવ લાગે સોહામણી.
વૃક્ષ ની ડાળ ના પાન ફૂલની પાંખડી લાગે લોભામણી.
માત ધરા તારે ખોળે વહી રહી આજ પ્રેમની નદીઓ.
માત તારા નર ન ગણી શકે એટલી આપની ખુબીઓ.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ
9925075434