Gujarati Quote in Microfiction by Dr. Ranjan Joshi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક:- બોયફ્રેન્ડ
ડો. રંજન જોષી


મમ્મી-પપ્પાના એકસીડેન્ટલ ડેથ પછી મારું જીવનબળ એટલે ભઈલો. કોલેજમાં મારા બે દોસ્તો તારિક અને સારિક. એ બંને મારો પડછાયો બની ઊભા રહે. દરેક વાર તહેવારે, પ્રસંગે અમે સાથે જ હોઈએ. બધાને એ મારા બોયફ્રેન્ડ જ લાગે. એક સવારે પ્લેન ક્રેશમાં મેં ભઈલાને પણ ગુમાવ્યો. મારી માથે આભ ફાટી પડ્યું. હું સાવ એકલી થઈ ગઈ. ઓગષ્ટનો એ રવિવાર અને તારિક-સારિક મારી પાસે આવી ઊભા રહ્યાં. હું ખિન્ન થઈ ગઈ કે આ લોકો અત્યારે પણ ફ્રેન્ડશીપ... ને ત્યાં જ સારિક બોલ્યો. "રક્ષાબંધન છે, તારા ભાઈઓને રાખડી નહીં બાંધે?"

Gujarati Microfiction by Dr. Ranjan Joshi : 111235440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now