મા,વરસાદના ટીપાં
તપતી ધરતીની વહારે આવે છે,
ત્યારે મને એવું લાગે છે
તું. હરપળ. મારી સાથે છે
મા,
પાંખ પસારીને પંખી
ચણને ચાંચમાં ભરી
નીડમાં પાછુ આવે છે
એક જ ક્ષણ..
ભસ. એક જ. ક્ષણ
બચ્ચાની સાથે ગુફતગૂ ચાલે છેે
ત્યારે મને એવું લાગે છે
તું સરપળ મારી સાથે છે
મા,
પ્રાતઃકાળે ઉષા આવી
ઉજાસ બધે ફેલાવે છે
ચેતનની બંસીના સૂર
વાતાવરણમાં રેલાવે.છે
ત્યારે મને એવું લાગે છે
તુંહરપળ મારી સાથે છે!
(2)
ઇશ્વર નથી મેં જોયો
મારે ઇશ્વરને નથી જોવો
ફકત માને ખોળે રમીને
અમરતનો લહાવો લેવો....ઇશ્વર
નામ રટીએ ઇશ્વરનું તો
ઇનામમાં મુકિત આપે
સ્વર્ગ તણું સઘળું સુખ મા
તુજ વિણ ફીકુ લાગે.
માને મળવાનો આ લહાવો
મારે તો નથીખોવો....ઇશ્વર
ઝંખુ છું આઃખથી ટુકડા
આંસુડા માના હાથ જ લાવે
જગમાં જનનીના. હેતે
ભીંજાવાનો લ્હાવો લેવો...ઇશ્વર.
(3)
ગ્રીષ્મ તાપે
સીમ તરફડે
સજીવ ફડફડે
પણ મા...
હું તો તારી યાદના
ખીલ્યા. ગુલમહોરની
છાંવમાં બેઠી છું!