રાવજી પટેલના પિતૃવંશની વંશાવલી....
(તેઓ પાંચ ભાઈઓમાંથી બે ભાઈઓ ટી.બી. ગ્રસ્ત હતા...)
છતાં... ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતી ભાષામાં નોંધપાત્ર કાર્ય કરીને આજના દિવસે વિદાય લીધી અને અદ્ભૂતગીત "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" ની ભેટ અર્પી...
રાવજી નિર્વાણદિન પર સાદર વંદન.......??
* * *
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વ્હેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યાં,
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
- રાવજી પટેલ...
= = =
વાંચો તેમનો કાવ્યસંગ્રહ "#અંગત " GujLit App Web પર....
Read More on Bellow Link
www.gujlit.com/profile.php?pId=103
#Follow_US_ON_Telegram : https://t.me/GujLit
#ગુજલિટ - #GujLit
#Gujarati_Books , #ગુજરાતી , #સાહિત્ય , #Literature #Poem , #Poetry , #કાવ્ય , #કવિતા , #Ravji_Patel