હું ચહેરાના વનમાં ભૂલો પડયો,
ત્યાં નગરના. ચોકે,
ત્યાં ગામના ચૌટે
ત્યાં ગલીએ ગલીએ
સીમ સિમાડે મોલની જેમ
લચી પડેલો જોયો ચહેરો!
ત્યાં ઝાકળના બિંદુએ
ત્યાં વેલીના પાને
ત્યાં ફૂલ પાંદડીએ
જમીનના કણેકણમાં
જોયો ફરી વળેલો ચહેરો!
ત્યાં પહાડના પ્હાણે
ત્યાં ઝરણા કેરી તાને
ત્યાં પંખી તણા ગાને
જળમાં. સ્થળમાં
સબંધની લિપિમાં
સામો મળ્યો ચહેરો!
હું ભૂલો પડયો.....