ઓય સાંભળ ને મારે પણ પેલી મુલાકાત કરવી છે,
મારે પણ કોઈ નદીના કિનારે તો કોઈ બાગના ઝાડ નીચે વાતો કરવી છે,
પેલી મુલાકાત નું ગોઠવ ને
મારે પણ પેલી મુલાકાત કરવી છે,
મારે પણ તારા મનપસંદ કલર ના કપડા પેરવા છે થોડુક ત્યાર થવું છે,
મારે પણ પેલી મુલાકાત નો અનુભવ કરવો છે,
ઓય કંઇક ગોઠવ ને મારે પણ પેલી મુલાકાત કરવી છે.