વાત એ બે ક્ષણ થમી ગઈ
જ્યારે નજર-નજરમાં ભળી ગઈ
કશું જ ન હતું છતાંય
એક અદ્ભુત પ્રિતી વળગી ગઈ
કોણ જાણે પણ કયાંકથી
તારી એ પગરજ આવીને ભેટી ગઈ
પકળીને લઈ આવી મને ને
મજબૂર એ ચાલવા માટે કરી ગઈ
આજ ફરી એ મને
તારાથી તારા સુધી મેળવવા મથી ગઈ
અનેક ઘણી પ્રિતી
બસ એક બે ક્ષણમાં જ જગાવી ગઈ
એ ક્ષણ ને પણ એણે
એક અદ્ભુત નજરે ચડી ગઈ
કોણ જાણે કઈ રીતે
આ પ્રિતી આજ તારા સુધી લઈ ગઈ
ચાહ્યા કરતા પણ પામવા તને
આજ એ બઘુ જ કરી ગઈ
વાત એ બે ક્ષણ કંઈક
જુદી રીતે જ કરી ગઈ. .