*તલવાર*
હવે અહીં અપરાધ,
એક પાપ થઇ ફરે છે,
પણ પ્રભુ પાપ ગણવા બેઠા,
અપરાધી ક્યાં નજરે ધરે છે.
ઉંચા માથે ચાલતા,
સાંકડી બજાર પહોળી થઈ ગઈ,
ખાલી નમી હજી નજરો,
ત્યાં તો તલવાર તણાઈ ગઈ.
હતો રેલો પાણીનો,
છતાં બજાર વહેંચાઈ ગઈ,
સમાજ તો જોતો રહેશે,
તે તો તેનું ધાર્યું કરાવી ગઈ.
ફખ્રથી ઊંચા માથે ને આંખે,
લાગ્યો તો હું ચાલવા,
પણ મને ક્યાં છે આ ડર,
તે વિચારને જાલવા.
હું શા માટે વિચારું,
અપરાધ,પાપ,રેલો અને સમાજનું,
છતાં ઉભા છે મારવા,
પણ લઈ ગયું કોઈ મ્યાન તલવારનું.
હતી ઘરવાળા પર આસ,
વિરુદ્ધ તલવારનો પક્ષ લઈ જશે,
*ઓમનિષ* હતી ક્યાં ખબર,
પીઠ ફેરવતા તેજ ખંજર આપી જશે.!!!!!