? આરતીસોની ?
❣️વાદળ❣️
છત્રી માંથી ડોકિયું કર્યુ,
વાદળું સીધું વરસી પડ્યું...
પુંછ્યું અમે વરસાદને,
તારા માં ગજુ શું ઓછું પડ્યું?
વરસીને તું પથ્થર પરથી લપસી પડે,
તારામાં જોર ઘણુંએ તોય વણસી પડે?
છત્રી માંથી ડોકિયું કર્યુ,
વાદળું સીધું વરસી પડ્યું.
કદી છુટા ન પડવાની શર્ત્યુ કરી,
બુંદ બુંદ થઈ વિખુટું પડ્યું.
ધરા પર ઝાપટાંમાં પડ્યું,
એક થઈ ઝરણું બન્યું.
તોફાને ચડ્યું એ ઝરણું,
ધરતી નો ખોળો ભરી દીધો.
ખળખળ વહેતું ઝરણું,
બન્યું દરિયો સમું ઉછળતું ધસમસતું .
અંતે દરિયા સાથે મિલન થયું,
દરિયો મહોબ્બતનો જરિયો બન્યો...
છત્રી માંથી ડોકિયું કર્યુ,
વાદળું સીધું વરસી પડ્યું....©રુહાના.!
રીપોસ્ટ 4/8/17