ચોમાસું બેઠા પછી ઘણો સમય થઈ ગયો પણ જોઈએ એવો વરસાદ વચ્ચે પડીયો ના હતો સાથે સાથે વચ્ચે ગરમી પણ સખત લાગવા લાગી હતી..બધા કાગ નજરે આકાશમાં રાહ જોતા હતા કે હવે વરસાદ આવે તો સારું...ગરમીથી ત્રાસી ગયા છીએ...બસ એવામાં એક દિવસ અખબારમાં સમાચાર આગાહી પ્રમાણે આવ્યા કે આ તારીખથી આ તારીખ સુધી માં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા તરફ થી કરવામાં આવેછે...ને તેના બે દિવસ પછી તો આકાશ માંથી વરસાદ પડવાની શરુઆત થઈ ગઈ...
ગુજરાતના વડોદરા શહેરમાં ખાલી ચોવીસ કલાકમાં આશરે વીસ ઇંચ વરસાદ પડ્યો...એક દિવસ ને એક રાતમાં આખું વડોદરા શહેર પાણીમાં તરવા માંડ્યું... જયાં જુવો ત્યાં પાણી પાણી..જતી આવતી કારો સ્કૂટરોના પૈડાં રસ્તાઓ થંભી ગયા...લોકો તેને ત્યાજ મૂકીને ઘર બાજુ દોટ મૂકવા લગીયા..
ઉંચા ઉંચા એપાર્ટમેન્ટમાં નીચે આવેલ ગ્રાઉન્ડ ફ્લોર માં ઓફિસો દુકાનોમાં ઘણુંજ નુકસાન થયું છે...ચોફેર દરેક રોડ બંધ થઈ ગયા છે..જ્યાં જુવો ત્યાં પાણી પાણી...લોકોને ઘરમાં બેસી રહેવાનો વારો આવ્યો છે...બજારો બંધ,શાળાઓ બંધ,ઓફિસો બંધ, ડેરીઓ બંધ... રોજીંદી ચીજ વસ્તુઓ કેમની લેવી! દૂધના ભાવ અનેક ઘણા..
એક થેલીના બસો રૂપિયા! લૂંટો ભાઈ લૂંટો..આવા સમયે કોઈને મદદ કરવા ને બદલે કમાવો પૈસા..આવો સમય ફરી કદાચ નહીં મળે!
વડોદરા શહેર જાણે આખું ટાપુમાં હોય તેવું હાલ દેખાય રહીયુ છે...હજી ગઈ કાલ સુધી લોકો વાતો કરતા હતા કે અમારું વડોદરા શહેર એટલે રંગબેરંગી સુંદર ને રમણીય શહેર છે..પણ આજે કુદરતે તેને ગંદુ ને લાચાર બનાવી દીધું છે
એક સમયે આવીજ દશા સુરત શહેર ની પણ થઈ હતી..પણ સુરતી લલાઓએ તેને ફરી પાછું જેવું હતું તેવું તેને કરી દીધું હતું તેમ વડોદરા વાસીઓ પણ જોજો તેને પણ સુરત જેવું સુંદર કરી દેશે તેમાં કોઈ શક નથી જ...કુદરત છે ભાઈ તે ધારે તે કરી શકે છે...પછી અમેરિકાનું ન્યુરોક શહેર કેમ ના હોય...તેને પણ કુદરતની કસોટીમાંથી પાર ઉતરવું પડે છે
હજી એક વધુ માહિતી છે કે આવતા બીજા છત્રીસ કલાકમાં વડોદરા માં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે...
ભગવાન આ આવી પડેલી તકલીફોમાં સહન કરવાની શક્તિ આપે તેવી આપણી સૌની પ્રાથના...