હેપ્પી ફ્રન્ડશીપ ડે મારા ઇયર ફોન, મારી રજાઈ અને ઓશિકા☺️
બીજી નિર્જીવ વસ્તુ જે બધા જ વાપરે છે જે આપણે રાતે સૂતી વખતે ઉપયોગમાં લઇએ છીએ.. સમજાઈ ગયું હશે? હા આપણા માથાની નીચે ટેકો આપતું ઓશીકું અને એની જોડીદાર એટલે રજાઈ જે ઠંડીમાં કામ આવે.
આ ઓશીકું જે માથા નીચે ટેકો આપે છે યાદ કરો એણે તમારી કેટલી લાગણીઓ ને પણ ટેકો આપ્યો છે? તમારા દુઃખ એણે સાંભળ્યા છે. તમારી ખુશીમાં ભલે તમે યાદ ના કરો પણ તમારા દરેક માં જ્યારે તમારી આંખો ભીંજાઈ અને જ્યારે આંસુ પડ્યા તો એ ઓશિકા એ પોતાના ખભા પર ઝીલ્યા છે. ખુશી માં તો ભાગ્યે જ એણે ને સાથે રખીએ , પ્રેમમાં હોઈએ અને જ્યારે એ વ્યક્તિ ની યાદ આવે તો કદાચ હગ કરવા બસ..એટલી જ ખુશી એના નસીબમાં હોય. પણ જ્યારે એ પ્રેમ છોડી જાય કે ઝગડો થાય , ને આંસુ વહે, કે પછી કોઈ મિત્ર સાથે ઝગડ્યા હોય કે ઘરે કોઈ સાથે બોલાબોલી થઈ હોય અને જે આંસુ વહે એ બધા આંસુ ઓશિકા એ પોતાના પર ઝીલી આપણને સહારો આપ્યો છે. બસ રજાઈ પણ એની જ સાથી છે નાના ભાઈ બહેન સાથે મસ્તી કરતા કરતા એણે ફડી દઈએ, ઊંઘમાં પડખું ફેરવતા એણે પણ કેટલીવાર ફેરવીએ, હા..જ્યારે કોઈ સમવન સ્પેશિયલ સાથે રાત્રે વાત કરવી હોય ત્યારે તો એની જ ઢાલ બનાવીએ ખરું ને? ક્યારેક રડતા કોઈ જોઈ ન લે એટલે એણે મોઢા પર ઓઢી લઇએ.
તો શું એ આપણા મિત્ર ન કેહવાય ? એ બધા ને પણ આજે વિશ કરવું જોઈએ ને? હેપ્પી ફ્રન્ડશીપ ડે મારા ઇયર ફોન, મારી રજાઈ અને ઓશિકા☺️ અમારી લાગણીઓને પોતાની જાત માં સમાવી લેવા. આભાર .
જો તમે બધા વાત સાથે સહમત હોવ તો જણાવજો..
આજના દિવસે મારા બધા ફોલોવર્સ મિત્રો ને , અને વાંચકોને
happy friendship day..stay happy live healty