ફ્રન્ડશીપ ડે મારા ઇયર ફોન, મારી રજાઈ અને ઓશિકા☺️
૪ઓગસ્ટ ફ્રેનડશીપ ડે એટલે સવારથી બધાના ફોનમાં મેસેજ આવવાના ચાલુ થઈ ગયા હશે, જે લોકોને મળવાનો સમય પણ નથી એવા મિત્રો પણ આજે ફ્રેનડશીપ ડે પર વિશ્ કરશે, કેટલાક જૂના ભુલાઈ ગયેલા, કે દૂર થયેલા મિત્રોની ફરી એકવાર યાદ આવશે. કેટલાય ક્વોટ અને મેસેજ હશે. ક્યાંક જૂના મિત્રોની યાદ હશે તો ક્યાંક નવી મિત્રતા ની ઉજવણી થશે. પણ હું તો માનું છુ કે મિત્રો દૂધમાં ભળતી સાકર જેવા હોય છે જે આપણી મીઠી જિંદગી માં વધારે મીઠાસ ભરે., મિત્રો એ બીમારીમાં મળતી કડવી દવા જેવો હોય છે જો ખોટા રસ્તે જતા હોઈએ તો આપણને ટોકે અને ક્યારેક એક જાપટ પણ મારી દે. પણ આતો આપણા જીવનમાં આવતા વ્યક્તિઓ ની વાત થઈ પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની નિર્જીવ વસ્તુઓ પણ આપણી સાથે કેટલી ઊંડી આત્મીયતા થી જોડાયેલી છે. જેમ કે ઇયર ફોન . હા.
ઇયર ફોન જે આપણે બધા વાપરીએ છીએ, યાદ કરો કેટલો ઉપયોગ કરીએ છીએ એનો ? કોઈ સવારે પાંચ વાગ્યે એણે કાન માં નાખે અને કોઈ રાતે બાર વાગે . ક્યારેક ઊંઘ ન આવતી હોય તો અને ક્યાંક બહાર ગયા હોય તો અડધી રાત્રે પણ એણે કાનમાં ભરાવી ને બેસી જવાનું. પાછા ગીતો પણ આપણા મૂડ પ્રમાણે વગાડવાના આપણે ખુશ હોય તો પ્રેમના રોમેન્ટિક ગીતો અને આપણે જો દુઃખી હોઈએ, મનમાં કઈ વાત ખટકતી હોય તો ?તો એણે પણ દુઃખી ગીતો સાંભળવા પડે. આપણે પ્રેમમાં હોઈએ તો તો વાંધો નહિ પણ જો કમનસીબે આપણું બ્રેક અપ થઈ ગયું હોય તો? તો તો બિચારા ઇયર ફોન ને પણ. દુઃખી આત્મા બની ને રહેવું પડે.
આખો દિવસ દુઃખી ગીતો સાંભળવા પડે એણે. સૌથી મોટી વાત જે વર્તન આપણે એની સાથે કરીએ તે કેમ ભૂલાય , ક્યારેક ઉતાવળમાં ઈયારફોન કેવી રીતે ગૂંચળું કરીને મૂકીએ છીએ ખબર હશે બધાને. શું આપણા આ નખરા કોઈ વ્યક્તિ સહન કરે?અડધી રાતે ફોન કરીએ તો પહેલા કહેશે શું અલા ..આટલા મોડા શું કામ ઊંઘ બગડે?ને જો ત્યારે એમ કોધુ હોય કે એ તો હું બહાર જાવ છું બસ માં ટાઇમપાસ કરવા જ ફોન કર્યો તો.. તો વિચારો પેલો સામે વાળો શું શું બોલશે તમને. તો શું આ ઇયર ફોન ને આજે ફ્રેનડશીપ ડે પર વિશ્ ન કરવું જોઈએ?..