પરિવાર હાઉસ ભાગ ૩
હા વિચાર તો સારો છે.
બસ પછી થોડાક જ મહિનામાં નિર્માણ થયું અમારા આ
' પરિવાર હાઉસ ' નું . અને યુગ ને મળ્યા એના દાદા દાદી.
હવે તમને એમ થતું હશે મે અમારા એવું કેમ કહ્યું? ને હું કોણ છું? હું આ જ '. પરિવાર હાઉસ ' નો હજાર સભ્યોમાં નો એક. જેણે અહી માત્ર પરિવાર જેવું વાતાવરણ જ નહિ પોતાના લેખન કાર્યના શોખને પૂરો કરવા નો મોકો પણ મળ્યો. મને જ કેમ અહી રહેતા બધા ને જ પોતાના શોખ પૂરા કરવાનો મોકો મળ્યો છે. કદાચ તમારા માં થી કેટલાયને પ્રશ્ન થયો હશે કે પરિવાર હાઉસ નામ કેમ આ પણ એક વૃદ્ધાશ્રમ જેવું જ તો છે તો. તમને જણાવું કે આ વૃદ્ધાશ્રમ નથી હા કોઈને અહી રહેવું હોય તો એની વ્યવસ્થા છે પણ જો કોઈ અહી માત્ર પોતાનો સમય પસાર કરવા પણ આવવા માગતું હોય એણે પણ છૂટ છે. અને હા મહત્વની વાત બીજા વૃદ્ધાશ્રમની જેમ અહી કોઈ ખર્ચ લોકો પાસે થી લેવા માં આવતો નથી.
ચાલો હવે મારી પહેલી વાર્તા અને પરિવાર હાઉસ ની સ્થાપના વિશે લોકો ને જણાવવા આ વાર્તા ને પ્રકાશિત કરવી આવું
વાર્તા કેવી છે એ જણાવશો મિત્રો.. કોઈ સજેશન હોય તો પણ. માત્ર સહીતિક.