નહોતી કોઈ ઓળખ; તો પણ એક ઓળખાણ બની ગઈ, જિંદગી તમારી ને મારી આજે આપણી બની ગઈ. નહોતી કોઈ પ્રીત; તો પણ એક ચાહત બની ગઈ, બે દિલોની ધડકન આજે એક બની ગઈ. નહોતી કોઈ ખ્વાહિશ; તો પણ દિલ ની એક દુઆ બની ગઈ, તમારી એક ઝલક અમારા ચહેરાની મુસ્કાન બની ગઈ. નહોતી કોઈ દિશા; તો પણ એક મંઝિલ બની ગઈ, ને પારસ ની જિંદગી આજે આરવી બની ગઈ. - આરવી