"અનોખીપ્રિત" લાગી અલગારી સંગે,
જે શિરધારે ચંદ્ર ને હર હર ગંગે...
અહીં થી બ્રમ્હા, નારાયણ તહીં થી,
દિસત સર્વસ્વ તુજમાં,દેખું કહીં થી...
ચંદ્રશેખર છો અમી લાગા સૌમ્ય શિતળ,
તો શું કે ધારણ કરી બેઠાં કંઠે હળાહળ...
સાત સૂર અધિકારી,નૃત્ય તારું સર્વોપરી,
મનોહર નટરાજ,તાંડવે તું મહા પ્રલયકારી...
સંસાર માંડીને બેઠો,છતાં તું ખરો મહાવૈરાગી,
નિજાનંદમાં લીન રહેતો,યોગેશ્વર તું મહાયોગી...
જો ને પદ્દમાસને ધ્યાન લગાવી કેવો કૈલાશ તું બેઠો,
તુજમાં ધ્યાન પરોવી,"વિશુદ્ધચક્ર"હું આજ ખોલી બેઠો...
અબોધ અનભિજ્ઞ તું જ,તું જ ત્રિકાળ જ્ઞાની,
કરે "કમલ" કેલી,રાખ શરણ આમજ આ અજ્ઞાની...