ચાલ દોસ્ત આજે પાછા બાળક બની જઈએ.
બાળપણ તો આંખના પલકારે સરકી ગયું પણ યાદો આજીવન રહ્યી ગઈ
બાળપણની પથારીએ જોયુલું સપનું હકીકત થઇ ગયું પણ ઊંઘ ઊડી ગઈ
માણસની અવસ્થા તો વૃદ્ધ થઈ છે પણ વીતી ચુકેલી બાળપણની અવસ્થા બાળક રહે છે કોઈ સમયે બાળપણના મિત્ર સાથે મુલાકાત થાય એટલે વીતી ચૂકેલા તે બાળપણના યાદોની સમીક્ષા નજર સમક્ષ પ્રગટ થાય છે ત્યારે અંતરાત્મા સાદ પાડે છે ચાલ દોસ્ત પાછા બાળક બની જઈએ.
આજે સાંજે ગામ થોડાકજ અંતર દુર રિપોર્ટિંગ માટે જવાનું હતું એટલે ચાલીને જવાનું મેં નક્કી કર્યું રિપોર્ટિંગ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ગામ પાસેથી પસાર થતા રોડ પર ચાર બાળકો ટાયર લઈને રમતા હતા ( પૈડા ખેલાવતા હતા ) આ દ્રશ્ય જોઈ એક સેલ્ફી લેવાનું મન થયું અને એક મસ્ત સેલ્ફી લીધી કારણ કે ઘણા સમય બાદ આ દ્રશ્ય જોવા મળ્યું હતું આ આધુનિક યુગમાં બાળકો હવે મોબાઈલ ફોન તથા ટીવી તેમજ ભારરૂપ ભણતરમાં વ્યસ્થ રહે છે અને આપણે બધા જે રમતો રમતા તે હવે લુપ્ત થઈ ચૂકી છે આ બધી રમતો લુપ્ત તથા આપણું બાળપણ એક સુવર્ણ યાદ બનીને રહ્યી ગયું છે, ના પગમાં ચપ્પલ હોય કે ના સારા કપડાં પહેરતા ના મોબાઈલ ફોન હતા તો પણ કેવી મસ્તી કરતા એક ક્ષણમાં ઝગડો કરી બીજી ક્ષણે સાથે રમતા હવે આવા બાળપણના દ્રષ્યો ક્યાં જોવા મળે છે? એટલે જ કેવું પડે ને દોસ્ત ચાલ પાછા બાળક બની જઈએ.!