ક્રશ ભાગ ૨
. 'તું' મારાથી જવાબ અપાઈ ગયો .ખબર નહિ કેમ ક્યારેય પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને પણ ના કહેલી વાત આજે ભાવિક ના માત્ર એકવાર પૂછવા થી મારાથી બોલાઇ ગઈ .જવાબ આપ્યા પછી હું પોતે શરમ માં મુકાઈ ગઈ હતી પણ મારુું મન તો એમ જ કહેતું હતું કે કશું ખોટું નથી બોલાયું. અને હિકીકત પણ એ જ તો હતી .સ્કૂલમાં એકસાથે ભણતા ભણતા ક્યારે હું ભાવિકની માસૂમિયત એના વર્તન તરફ આકર્ષાઈ હતી એની જાણ કદાચ મને પણ નહતી .મને તો સ્કૂલમાં થોડીવાર ભાવિક સાથે વાત કરવા મળે તોય બસ.ભાવિક થોડો શરમાળ છોકરો હતો છોકરીઓ સાથે બહુ વાત ન કરતો છતાં ક્યારેક પરીક્ષા ના સમયમાં એ મારી સાથે વાત કરી લેતો કારણકે હું કલાસમાં સૌથી હોશિયાર છોકરી મારા અને ભાવિકના રીઝલ્ટ માં માત્ર થોડા જ માર્કસનો ફરક રહેતો.આ સિવાય બીજો કોઈ ટોપિક ન રહેતો અમારી વાત થવાનો, પણ મને હંમેશા ભાવિક સાથે વાત કરવાનું ગમતું એને મસ્તી કરતો જોવાનું ગમતું, આ બધી લાગણીઓ નો મતલબ ત્યારે ક્યાં સમજાય છે . અરે મને તો આ લાગણીઓ નો મતલબ ત્યારે પણ નહીં સમજાયેલો જયારે છેલ્લા દિવસે હું રિઝલ્ટ લેવા ગઈ હતી અને મન માં એવો વિચાર આવી રહ્યો હતો કે કાશ!એ એક વાર મળી જાય મને ને હું એણે બાય કહી શકું .આ લાગણીઓ એ મારા તરફ નું એનું આકર્ષણ હતું. એવી સમજ મને ત્યારે પડી જ્યારે સ્કૂલ છોડી ને બીજી સીટી માં આવ્યા પછી પણ હું એણે જ યાદ કરતી હતી ,બીજા ફ્રેંડસ યાદ નહોતા આવતા એમ નહતું બસ એ ,એની વાતો ,એનું નામ કઈ વધારે જ યાદ આવ્યાં કરતું મને, ને સૌથી વધારે તો ત્યારે યાદ આવતી એની જ્યારે હું એનું ફેવરીટ સોન્ગ મશકલી સાંભળતી બહુ ગમતું એને આ સોન્ગ
આજે ભાવિકે મને ક્રશ વિશે પૂછ્યું તો મારાથી બધું જ બોલાઈ ગયું એ બધું જ જે આજ દિવસ સુધી મારા મનમાં એની યાદ બની ને રહેલું હતું. પછી આ વાત એણે નહિ ગમી હોય એમ વિચારી મેં એણે સોરી પણ કહ્યું પણ આતો ભાવિક હતો ને સામાન્ય છોકરાની જેમ ઊંધું થોડી વિચારે એણે પણ કહ્યું અરે સોરી શુ કામ બોલે છે કોઈનું ગમી જવું એમાં કઈ પ્રેમ થોડી થઈ જાય હું સમજુ છું તને અને મને તો ખુશી થઈ કે કોઈતો છે જેના માટે હું આટલો મહત્વ નો છું.
બસ ત્યારથી આજ સુધી એની અને મારી દોસ્તી ચાલુ છે પણ હા હું આજે પણ મારા શહેરમાં જાઉં છું તો એણે એકવાર જરૂર મળું છું અને એ પણ ક્રશ રીતે નહિ મારા BFF ની રીતે