ક્રશ ભાગ૧
લગભગ 10 એક વર્ષ પછી હું અને ભાવિક ફેસબુક પર વાત કરી રહ્યા હતા કેટલા પ્રયાસો પછી મેં એણે ફેસબુક પર શોધી જ લીધો અને રીકવેસ્ટ મોકલી .કેટલાય દિવસોની રાહ જોયા પછી એક દિવસ ભાવિક નો મેસેજ આવી જ ગયો આ જ જોઈને હું આટલી ખુશ થઈ કે ન પૂછો વાત.પોતાની ખુશી પર કાબુ કરી ને મે પણ એના મેસેજ નો રીપ્લાય કર્યો hii ...કેમ છે ? સામેથી જવાબ આવ્યો બસ જલસા માં તું કેમ છે? મેં પણ એમ જ જવાબ આપ્યો બસ મસ્ત .બોલ શુ કરે ? મેં પૂછ્યું ને ભાવિકે જવાબ આપ્યો બસ આરામ ..આવી કઇ કેટલીય સામાન્ય વાતો કર્યા પછી ભાવિકે પૂછ્યું તને આપના મેથ્સના સર યાદ છે? હા યાદ છે ને મેં સહજતાથી જવાબ આપ્યો સામે મેં પણ એમ જ પૂછ્યું તને આપણા સોશ્યિલ સાયન્સ ના મેમ યાદ છે ?હા યાદ છે ભાવિકે પણ જવાબ આપ્યો પછી તો બસ આ જ વાતો .તને આ યાદ છે , તને પેલું યાદ છે ,તું કલાસમાં આમ કરતો ને તું ક્લાસમાં તેમ કરતી .બન્ને જણ વાતો કરવામાં અને જૂની યાદો માં એવા ખોવાયા કે સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી.ખાસ તો મને ભાવિક સાથે વાત કરવામાં હું એવી ખોવાઈ ગઈ કે મને ખબર જ ના રહી કે રોજના સમય કરતાં વધુ સમય હું ઓનલાઈન હતી .
આમ તો મેં કઈ વિચારેલું નહિ કે દસ વર્ષ પછી હું ભાવિક સાથે એટલા મોડા સુધી પણ વાત કરી શકીશે મેં તો બસ એના થી ટચ માં રહેવાય એટલે જ રીકવેસ્ટ મોકલેલી. હવે રોજ જ મારી અને ભાવિક ની વાત થતી અને એ એકદમ સામાન્ય છે કે આટલા વર્ષ પછી સ્કૂલ ફ્રેન્ડસ મળે તો એક જ દિવસમાં વાતો પુરી થોડી થઈ જાય. બીજા દિવસે બસ એમ વાત વાત માં એણે મને પૂછ્યું તારો કોઈ ક્રશ હતો કે નહીં કે હમણાં કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં ? આ વાત નો જવાબ આપતા પહેલા હું થોડી ખચકાઇ અને મેં ના જ કહી પણ જયારે ભાવિકે ખૂબ આગ્રહ કરીને બોલવા કહ્યું તો મનેે પણ થોડી હિંમત આવી અને મેં કહ્યું ના બોયફ્રેન્ડ તો કોઈ નથી પણ ક્રશ હતો .આ વાતનો આશરો લઈને ભાવિકે મજાકમાં પૂછ્યું કોણ છે એ બોલ બોલ .. 'તું'