બાળપણ વિત્યુ યુવાની આવી
યુવાની સાથે રવાની આવી
બાળપણ ની એ કવિતા યાદ આવી
રવાનીમા ફરી એ કહાની યાદ આવી
કહાનીમાં એ જવાબદારી યાદ આવી
જ્યાં હાથમાં રમતનાં રમકડા નથી
ખભા પર જવાબદારીઓ નો ભાર છે
જ્યાં બાળક હતી પણ બાળપણ ન હતું મારુ
હવે યુવાન છું પણ આ યુવાની નથી મારી
બાળપણ ની એ કવિતા યાદ આવી
બંધ મુઠ્ઠીમાં સુરજને જોવાના સપનાની યાદ આવી
તપતા સુરજ ના તડકામાં હકીકત ફરી યાદ આવી
બાળપણ વિત્યુ યુવાની આવી
હકીકતમાં જવાબદારી યાદ આવી
બાળપણ ની એ કવિતા યાદ આવી
Madhavi patel #માધવપ્રિયા #