સપના...
એક ઈયરફોન તારા કાનમાં એક મારા ને શાંત જગ્યા એ બેસી ચાલને ગઝલો સાંભળીએ...
બારીએથી આવતી એ વરસાદની લહેરખી સાથે ચાલને ચા ની ચૂસ્કીઓ માણીએ....
તારા ખોળામાં સૂઈ એ બૂક વાંચવાની તારા હાથનું એ મારા વાળ પર ફરવું ચાલને ફરી એ મહોબ્બતની ગલીઓમાં રખડીએ... આપણે બે એક થઈ એક આપણુ ઘર આપણો એ માળો ગુથીએ...
રોજ કિલ્લોલ કરતા ઉડિએ ચાલને એક ઘર બનાવીએ...
એક મેક માં જીવીએ એક બીજામાં ભળીએ... પણ.....
સપના હતાં આ મારા .... કદીએ પૂરા નઈ થાય ... જાણુ છુ..
બસ એક જ આખરી ખ્વાઈશ છે જે મારાથી ભૂલાય એમ નથી ...
હું જ્યારે આ દુનિયામાં છેલ્લા શ્વાસ લઉં..તો તને જોતા જોતા તારા જ ખોળામાં લઉં બસ આટલામાં હું મારો જન્મારો જીવી લઉં... ચાલ ને મારા સપના જીવી લઉં... - અમી