કરતાં પાંપણ સંગમ,
તું દેખાય નહીં, એમ થોડું ચાલે...?
જોઉં ચોખ્ખાં શમણાં,
તું જ એક ધૂંધળાય, એમ થોડું ચાલે...?
ક્યારેક કરું કલ્પના,
એમાંય તું નખરાય, એવું થોડું ચાલે...?
લઉં તને આગોશમાં,
તું હવા બની જાય, એવું થોડું ચાલે...?
કહું તને કમળ ઝિલ કેરું,
તું ભ્રમર ભરખી જાય,એવું થોડું ચાલે...?
હું કરું ઇઝહાર છડેચોક,
તું એકાંતમાં મળવાનું કહે,એવું થોડું ચાલે...?
કરું શિકાયત મારી પ્રિતની,
તો છું "અનોખી",કહીને છટકી જાય,
એવું થોડું ચાલે...?