ના તોડો ડાળી એમની પારિજાતને ખિલવા દો,
મસ્ત મધુરી ખુશ્બુ એની ઘર-આંગણે ફેલાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જ્યોત જગાવા દો.
કોખ માં એને મારશો તો વહુ ક્યાંથી લાવશો ?
કાલીઘેલી વાતો મહીં બચપણ ક્યાંથી પામશો !
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.
નાં મારો જન્મવા દો એને સપનાઓ સજાવા દો,
ભણી-ગણી આદર્શ બને એ રસ્તો બનાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.
ક્યાંક કલ્પના ક્યાંક ઈન્દિરા લતા મંગેશકર ને ગાવા દો,
છ-છ ગોલ્ડ મેડલ જીતનારી હીમાદાસ ને થાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.
- કિસ્મત પાલનપુરી