નવા જમાના પરમાણે નવા નવા ઉચી કંપનીના મોબાઇલ હવે લોકો વાપરતા થયાછે...જરાક કયાંક ફરવા જાય ને કંઇ પણ એક સારી ચીજ જુએ એટલે એક શેલ્ફી અવશ્ય લેતા હોયછે.
પછી તે પાછળ દરિયો દેખાતો હોય..કે ઉચા ઉચા પહાળો હોય..કે નદી કે નર્બદા કેનાલ હોય..પણ પોતાનો તેમજ પાછળનો પણ સીન ફરફેક્ટ આવવો જોઇએ...આવી એક આપણી જીદ હોયછે.
બધા જ લોકો જાણતા હોયછે કે દરેક જગયા સલામત નથી હોતી શેલફી લેવાની...કયારેક અમુક જગયા આપણા માટે જોખમી પણ હોયછે...છતાં આપણી આવી એક જીદ હોયછે કે બસ એક શેલફી તો સારી આવવી જ જોઇએ!
આમાં કયારેક આપણો પોતાનો જીવ જાયછે તો કયારેક ફેમીલી સાથે હોવાથી તેમની સામે પણ આપણો જીવ જાયછે...
આવા જ એક શેલફી ફોટો લેવાના શોખીન એક ભાઇએ પોતાના ફેમીલીની સામે જ પોતાનો જીવ ખોવો પડયો...
થયું એમ કે તેમને પોતાના ને પોતાની ફેમીલીના ફોટા તો અનેક લીધા પણ તેમનો એક ફોટો પોતાના પરિવાર સાથે આવતો ના હતો તો તેમને મન થયુ કે લાવને એક સાથેનો શેલફી ફોટો પણ લઇ લઉ! બસ એક પાણી ભરેલા નાના તલાવ પાસે ગયા ને જેવો તેઓ શેલફી ફોટો લેવા ગયા તરત તેમનો પગ ખસી ગયો ને પડયા પેલા પાણી ભરેલા તળાવમાં...કદાચ તરતા નહિ હોવાને કારણે તેઓ વધું ને વધું તળાવમાં ઉડે ઉતરવા લાગયા..બાજુમાં ઉભેલું તેમનું ફેમીલી બચાવો બચાવો બુમો પાડવા લાગયા
પત્ની બોલી બચાવો કોઇ બચાવો...
બાળકો બોલ્યા પપ્પા..પપ્પા..પપ્પા..
આ સાંભળીને લોકો આવે પહેલા આ ભાઇનો જીવ પોતાના ફેમીલીની નજર સામે જ ચાલ્યો ગયો...
આમ શેલ્ફી ફોટો લેવો ભારે પડયો!
ઉચા મકાનો...નદી...તળાવ..કેનાલ..
રેલ્વે ટરેક...આ બધા જ મોતના સ્થળો છે..શેલ્ફી ફોટો લેવા માટે.
આ બધુ લોકો જાણતા હોવા છતાંય કોઇ સજાગ બનવા તૈયાર નથી!
અત્યાર સુધી એક શેલ્ફી ફોટા માટે હજારો લોકોના મોત થયા છે...
કયારેક ઘણા લોકોના હાથપગ ભાંગેછે તો કયારેક ઘણા લોકોના મોતના કારણ બનેછે..
છતાંય લોકો શેલ્ફીના શોખીન હોયછે.
ગમે તે પણ આમાં આપણો કોઇ જ વાંક હોતો નથી બસ જે કંઇ વાંક હોયછે તે આપણા મોબાઇલનો જ વાંક હોયછે...કારણકે તેમાં એક કેમેરો આપેલો હોયછે..તે જ મોતનું કારણ બનેછે...કાશ કેમેરા વગરના મોબાઇલ આવ્યા હોત તો આજે જે લોકો આ કારણે મરણ પામ્યાછે તે બધા જ આજ જીવતા હોત!
શેલ્ફી વગર ચાલશે..પણ જીંદગી જીવ્યા વગર નહી ચાલે...