આપનો જન્મ પણ એક ઇંડામાંથી જન્મેલા બચ્યા સમાન હોયછે..
પક્ષી જયારે પોતાના ઇંડા મુકેછે..પછી અમુક સમય સુધી તે સેવેછે..ત્યારબાદ જ બચ્ચાનો જન્મ થાયછે...પરંતુ દરેક ઈંડાના બચ્ચા જન્મ નથી લેતા..કોઇ તો ઈંડામાં જ ખતમ થઇ જાયછે તો કોઇ બચ્ચા ઇંડામાંથી જન્મ લીધા પછી પણ ઝાઝો સમય જીવીત રહી શકતા નથી...કયારેક તેઓ ભુખને મારે મરી જાયછે..તો કયારેક અંદર અંદર બચ્ચા લડી મરવાથી પણ કોઇ એકનું મરણ થાયછે...તો વળી કયારેક મોટા શિકારી જીવના ઝપટમાં આવવાથી પણ તેનું મારણ થઇ જાયછે...
કહેવાનો મતલબ એ છે કે જીંદગી મળવા છતાંય કયારેક જલદી છીનવાઇ પણ જતી હોયછે..તેની કોઇ ગેરન્ટી હોતી નથી કે જીવન મળ્યુ છે તો હવે વર્ષો જીવી લેવાશે! કયારે શું થઇ જાય આપણું તે આપણા હાથની વાત હોતી નથી...
બધુજ ઉપરવાળાના હાથમાં રહેલું હોયછે..
કોને વધુ જીવન આપવું ને કોને જલદી ઉપર બોલાવી લેવો તેની રસ્સી ઉપરવાળાના હાથમાં રહેલી છે...કોઇ જનમ્યા પછી બે દિવસમાં મરણ પામે છે..તો કોઇ મહિનાઓ પછી પણ ચાલ્યુ જતુ હોયછે...
પણ એક વાત ચોક્કસ સાચી છે કે કોઇ માણસ અસંખ્ય બિમારીઓથી પીડાતો હોય પણ તેને જોઇતું જલદી મોત નથી મળતું! ને કોઇ માણસને નખમાં પણ રોગ હોતો નથી છતાંય તે અચાનક આવેલી કોઇ બિમારીથી મોત તરફ જલદી ખેંચાઇ જાયછે..આ પણ એક કુદરતનો જ આવો પ્રકારછે...
નીચે આપેલ બે બાળકીના ફોટા જોઇને આપણે વધારે નહી તો થોડુક અવશ્ય વિચારીશું કે..
અરે આ બાળકીઓ કેટલી સુંદર દેખાય છે!..શું થયું હશે આ બંન્નેને! ભાઇ એતો મને પણ ખબર નથી કે શું થયું હશે!
પણ આવી નાની નાની બે બાળકીએ જયારે જન્મ લીધો હશે તેમની મમ્મીના ખોળે, ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે આપણું જીવન વધું લાંબુ નથી...આવ્યા છે એજ રસ્તે આપણે જલદી પાછા જતું રહેવું પડશે..કારણ કે આપણા જીવનની લકીર જ વધુ લાંબી નથી..
કદાચ આપણે જીંદગી જ થોડીક લઇને આવ્યા છીએ...
આ જીવન તો આપણે વધું નહી જીવી શકયા..
કદાચ આપણો બીજો જન્મ કેવો હશે ને કેટલો આયુષ્યવાળો હશે તેય આપણે બિલકુલ જાણતા નથી!
પણ ભગવાનને આપણે બસ એક આજીજી કરીશું કે હે ભગવાન અમને અમારા બીજા જનમમાં તું આનાથી પણ વધું આયુષ્ય જરુર આપજે...