અડોશ પડોશ, ગલી મોહલ્લા અને સમાજ માંથી નિરીક્ષણ....
પુરુષ ને ઇગો ક્યારે હર્ટ થવો જોઈએ?
* પરણીને લઈ આવેલ પત્નીનું પાલન પોષણ કે ધ્યાન ન રાખી શકો ત્યારે.
* ફકત પત્નીની કમાઈ પર ઘર ચાલતું હોય ત્યારે.
* પતિ તરીકે ની કોઈ ફરજ બજાવી ન શકતાં હોય અથવા ઈચ્છા જ ન હોય ત્યારે.
* ખભે ખભા મિલાવીને કામ કરતી પત્નીની શારીરિક માનસિક કે સામાજિક જરૂરિયાતો પૂરી ન કરી શકો ત્યારે.
* હવે આ પુરુષ ઈગો ક્યાં હર્ટ ન થવો જોઈએ?
- સમાજમાં પત્નીની પ્રશંસા પોતાના કરતાં વધુ થાય ત્યારે.
- પત્ની બુદ્ધિ ક્ષમતા ધરાવતી હોય ત્યારે.
- વધુ કમાતી પત્ની ઘર રખ્ખું હોય, માન મર્યાદા રાખનાર હોય ત્યારે.
- ટ્રાફીકમાં ધ્યાનથી બાઈક કે ગાડી ચલાવવાનું કહેતી હોય ત્યારે.
- ઘર વ્યવસ્થા કરવામાં વધુ સારી યોજના કરતી હોય ત્યારે.
- પાંચ માણસ ની વચ્ચે તમને શરમજનક સ્થિતિમાં થી બચાવી લે ત્યારે.
મિત્રો, આ તો સતત જોયેલું અવલોકન વ્યક્ત કર્યું. હવે એક કારેલા અને લીમડાના રસથી બનેલ ભરેલ ગ્લાસ આપુ છું. જો પી શકાય અને પચાવી શકાય તો.
જીવનસાથી તરીકે કેવી પત્ની પસંદ કરવી?
૧) ભણેલી ગણેલી, કમાતી અને સ્વરૂપવાન સ્ત્રી ને પત્ની તરીકે પસંદ કરો છો તો એને શારીરિક માનસિક આર્થિક અને સામાજિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં ૫૦% ની ભાગીદારી ની તૈયારી રાખો. રોજિંદા ઘરકામમાં ૫૦% ભાગીદારી રાખો. એના દ્વારા કરવામાં આવેલા સૂચનો કે મંતવ્યો ને મહત્વ આપવાની તૈયારી રાખો. એના પોતાના માણસ તરીકે ના હકો ને માન આપો.
એક વાત તો નક્કી છે કે જો અઢારમી સદીની માનસિકતા બદલવાની કોઈ તૈયારી નહીં હોય તો.... આ જ સ્ત્રી મોઢા પર સટ્ટાક તમાચો લગાવીને આગળ નીકળી જતાં વાર નહીં કરે. આજની સ્ત્રી જાતે ઘર, ગાડી, કપડાં, લઈ શકે છે. રેસ્ટોરન્ટ માં જમવા કે મૂવી જોવા એકલી જઈ શકે છે. અને બીજી પણ જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે એ કહેવાની જરૂર નથી.
અને આ બધું કંઈ જ હવામાં વાત નથી થતી. હાલમાં સમાજમાં સિંગલ રહેવા વાળી સ્ત્રીઓ જોઇ શકાય છે. ફરક એટલો કે હજુ ટકાવારી કંટ્રોલ માં છે. જે દિવસ આ આંકડો ભયજનક સપાટીએ પહોંચશે ત્યારે બધા કહેવાતા સમાજ ના આગેવાનો દોડતાં થઈ જશે. પરિસ્થિતિ સમજીને કોઈ ઉકેલ મેળવવા માટેનો માહોલ બનાવી શકે તો ઠીક. પણ જો અક્કલમાથથા ની જેમ કોઈ ફતવા વાળી કરી તો એવા ફતવા ને પણ લાત મારી દેતા વિચાર નહીં કરે કદાચ.
સમયસર જાગવાની જરૂર છે જ. જો પુરુષો અને સમાજ બદલાઈ રહેલ સ્ત્રીઓ ની માનસિકતા મુજબ બદલવાની કોઈ તૈયારી નહીં રાખે તો ભગવાન બચાવે ભવિષ્યની સમાજ વ્યવસ્થાને.
? Anju Shiva ?