પરચા જ્યારે પુણ્યના ઓછા થયાં
હાથ ત્યારે કોઇના કામે ગયાં
મૌતને મારી કુટી દફનાવી દીધું
આવી ગઇ જીવન ઉપર થોડી દયા
આંખને અણસાર તો આવી ગયો
આંસુ પર હસતાં હતા નામો કયા
જેનું જીવન ભાનુ સમ તપતું રહ્યું
માનવોની ભીડમાં ચમકી રયા
એટલે મરતા પહેલા જીવી ગયાં
મૃત્યુંનો મતલબ તો એ સમજી ગયાં
#વિનય