નાનકડી નાવડી મારી........
નાનકડી નાવડી મારી, નાનકડી નાવડી રે;
તેને પાર ઉતાર વા'લા,ભવસાગર નાં જળ થી રે.
દરિયો અગાધ જોઈને હું તો, અંતર થી ગભરાણો રે;
શું થાશે મારું હવે,ક્યારે પાર ઉતરાશે રે.
નાનકડી નાવડી મારી...
ઊંડો વિચાર કરીને મેં લીધા હલેસા હાથમાં રે;
હંકારુ છું નાવડી મારી,પે'લે કાંઠે પોચવા રે.
નાનકડી નાવડી મારી...
થોડીક આગળ વધે નાવડી, આવે મોજું મોટું રે;
તણાય નાવડી મારી તે તો,જાય પાછળ જાજી રે.
નાનકડી નાવડી મારી...
થોડીવારે સુસવાટા મારે,વાયરા પવનના રે;
છતાંય હલેસા મારું હું તો,વધારવા નાવડી આગળ રે.
નાનકડી નાવડી મારી...
વિઘ્ન વિઘ્ન વિઘ્ન થી,હવે હું તો હાર્યો રે;
'દાસ રંગા' કહે ઉગાર સ્વામી,નાવિક બની મારો રે.
નાનકડી નાવડી મારી...
--મારા વિચાર,મારી અમાનત.