"ખુદા પાસે હું ક્યારેય પણ કરગરતો નથી
કોઈના આધારે હું કંઈ ડગ ભરતો નથી"
ચાલ્યા કરું છું જ્યાં મળી જાય મારગ મને
ધગધગતા તાપમાં હું કઈ રોજ બળતો નથી
મોહ માયાના બંધનમાં જ અટવાયો છું હજી
મારા ભીતર છે ખુદા,પણ મને મળતો નથી
મળ્યા છે ઘણા માણવી મને પણ નક્કામાં
એટલે જ હું જલ્દી કોઈનો સંગ કરતો નથી"
હું ચાહું છું એમને જે મને ચાહે છે બેહદ
યાદમાં એટલે જ હું કોઈની ય રડતો નથી"
દોસ્ત આવ્યા પીઠ પાછળ વાર કરવા માટે
શબ્દોમાં કટાર રાખું છું એટલે મરતો નથી"
નાહકની ઈચ્છા રાખીને બેસી ગયા તેઓ
સિતારો છું છતાંય એના માટે ખરતો નથી"
❤write ✏ By ND.... ❤