ઇમાનદારી એટલે કોઇની સાથે દગો ના કરવો..જે મળ્યુ છે તેમાં જ સંતોષ માનવો...
સાચી મહેનત ને રસ્તેથી કરેલ કમાણી..
ઘણીવાર આપણે બીજાઓ માટે આ શબ્દ વાપરતા જ હોઇએ છીએ..તે માણસ બહુજ વિશ્વાસુ ને ઇમાનદાર છે
પોતાનું જતુ કરશે પણ કોઇનું ગમે તેમ ખાશે નહી...
આવા શબ્દો આપણે સાંભળ્યા છે ને આપણી વાતોમાં અવાર નવાર આપણે બીજા માટે બોલતા હોઇએ છીએ...
ભ્રષ્ટાચારની પાછળ પણ આજ ઇમાનદાર શબ્દ આવેલો છે...આપણે મિડીયામાં ઘણી વાર વાચતા હોયછે કે કોઇનું કામ કોઇ કારણસર અટકી પડયું હોય તો આપણા સરકારી બાબુઓ ઉપરની સહી કરવા માટે ટેબલની નીચેથી થોડીક થપ્પી લેતા જ હોયછે...
આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર પેસી ગયો છે પોતાનું કોઇ પણ કામ પાર પાડવું હોય તો ઉપલા થોડાક વધના ઢીગલા તો આપવા પડેછે...તેને પછી તેમના માટેની ચા પાણી સમજો કે તેમના બાળકોની મિઠાઇ સમજો..આજે સરકારી ખાતામાં કર્મચારીઓના હજારોમાં પગારો હોયછે છતાય તેઓ સમયે પાંચસો હજાર જવા તો નથી જ દેતા...
ને કયારેક તેઓ રંગે હાથે પકડાય છે પણ ખરા..પછી તેમનુ શું થાયછે તે પ્રજા કંઇજ જાણતી હોતી નથી...
આજે કોઇએ પોતાના કપરા દિવસોમાં કોઇની પાસે વ્યાજે પૈસા લીધા હોય તો તે પણ સમયે પાછા આપી શકતો નથી..ઘણીવાર પોતાની પાસે હોવા છતાં પણ એક નહી આપવાની ટેવ ધરાવતો હોયછે.
વારંવાર પોતાનુ મોં સંતાડતો ફરે..આપનાર તેના ઘરે જાય તો તેની પત્ની કહેશે કે એ હમણાં જ ગામમાં ગયાછે તમે કાલે આવજો..પરંતુ તે ખરેખર તો ઘરમાં જ બેઠો હોયછે...
આ વાત ઉપરથી એક વાત યાદ આવેછે..કે ઘણા વરસો પહેલા આફ્રિકાથી એક છોકરો ભારતમાં ભણવા માટે આવ્યો હતો..તે કોલેજમાં ભણતો હતો ને હોસ્ટેલમાં રહેતો હતો.
એક દિવસ તેને બસ્સો રૂપીયાની જરુર પડી ત્યારે તે સમયમાં તેની સાથે ભણતા આપણા દેશના એક છોકરાએ તેને આ બસ્સો રુપિયા ઉછીના આપ્યા હતા..પણ થયું એવું કે આ બંન્નેય પૈસા આપવામાં ને લેવામાં બિલકુલ ભુલી જ ગયા...સમય વીતતો ગયો ને એક બાજુ પેલા આફ્રીકનની કોલેજનો(સમય) ટર્મ પતી ગયો ને તે ચાલ્યો ગયો કાયમ માટે પાછો તેના વતને..
ત્યારબાદ ઘણા સમય પછી તેને એક દિવસ અચાનક ત્યા યાદ આવ્યુ કે મે મારા કોલેજકાળના સમયમાં એક ભાઇબંધ પાસે ઉછીના બસ્સો રુપિયા લીધા હતા તે હું પાછા આપી શકયો ના હતો..ખરેખર હું એકદમ ભુલી જ ગયો હતો..
મનમાં તેને બહું જ લાગી આવ્યુ કે મારે તેના પૈસા પાછા ખરેખર આપી દેવા જોઇએ...
બસ મનમાં આવેલા આ સારા વિચાર સાથે તે ને તેની પત્ની સાથે તેને એક દિવસ ભારત આવવાનું ગોઠવ્યું..ત્યારબાદ પછી ભારત આવીને ગમે તે રીતે પેલા ઉછીના આપેલ ભાઇબંધનું રહેઠાણ શોધી કાઢયું ને તેને મળીને પેલા ઉછીના લીધેલા રુપિયા બસ્સો પેલા ભાઇબંધના હાથમાં ગણી ને પાછા આપ્યા..ને સાથે સોરી પણ કહ્યુ..હે દોસ્ત હું ખરેખર તારા પૈસા પાછા આપવાનું ભુલી જ ગયો હતો...
બંન્ને હર્ષના આંસુ સાથે ખભે ખભા મેળવીને ભેટ્યા ને પછી બેસીને નિરાંતે કોલેજકાળની જુની વાતો તાજી કરી..પછી બે દિવસ તેના ઘેર મહેમાનગતિ માણીને તેઓ પોતાના વતનમાં પાછા ફર્યા...
આ થઇ એક સાચી ભાઇબંધની ઇમાનદારી...
હજારો કિલોમીટર દુર આવી એક સાચી ઇમાનદારી પણ હોયછે...