#તુ___વરસ__હવે__
વરસ હવે બાપલ્યા વરસ હવે,
સિમાડે ભલે થાય રેલમછેલ,
તુટે ભલે નદી નાળા હવે,
ભરાય ભલે સામે છેવાડે તલાવડા,
ધમધોકાર વરસ હવે તુ,
ધરતી નુ પેટ બળે હવે લાજી,
એના પનોતા સપુત રોવે કરે આજીજી,
તુ ગમે તે થાય ચિક્કાર વરસ તુ,
તુટી જાય વાદળ એવો મંડાય તુ મેઘ,
ધમરોડી નાખ નથી જોવી વાટ હવે,
ઝરમર નહી નહી હવે તો,
અનરાધાર એજ અમારો આધાર
અતિવૃષ્ટિ એ જ અમારી સૃષ્ટી,,
ઓવારણા લઉ બે હાથે તારા આવવાના,
તુ એલી મૂકી ને વરસ હવે,
મનડા દોહલ્યા સૂકા પડ્યા ખોરડા,
તુ બધુ ભૂલાવી ને ધરતી ને રોમેરોમ મા વરસ,
'વિજ' ત્રાટકે ભલે ગર્જના સિંણોતણી ગગજગુંજી,
મનગુંજે ધરતીપુતર ના મેઘગરજનાથી,
તુ આભ મા ચરી ફરી ને ધરતી તરફ વળ,
બારે મેઘ ખાંખા ચોતરસી પાણી પાણી વરસ,
મુશળધાર મૂકી ને તુ વરસ હવે,
વાદળ ફાટ અફાટ તુ વરસ હવે,
ઠેય ઠેર જોર મૂકી ભારોભાર વરસ હવે,
પોકાર એક આશરો તારો હવે જીદ મૂકી વરસ હવે તુ;;!
#વિજુ____vp