વર્ષા ના ઓવારણાં......
વર્ષા ના આગમન થયાં,
ઝરમર ઝરમર વર્ષે મેઘ,
વીજળી ને વાદળીઓ કેવા ઓવરણાં લેતી,
ચાલો ભેરુડા ઓ વધાવા જઈએ પ્રેમ થી
ઘરતી માંના સંતાનો એ બહુ ગ્રિષ્મ
કેરા કોપ સહ્યાં લોકો ની પ્રાર્થના ફળી,
ખુણો ખુણો આનંદ ના આંસુડે ભિંજાય,
મેઘરાજા ની મેરે લોક દિલ હરખાય,
ચાલો મારા ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
ધરતી માં આજે લીલુડા પાનેતરે સજી,
આજે ધરતી અને વર્ષા નાં મિલન થયાં,
ચાલો મારા ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
આજે ઓતર દખણ વરસી ગયાં,
મેઘરાજા એ માંડયા મંડાણ,
આજે આવ્યો ઘરતી નો વાલિડો,
ચાલો મારા ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
આજે દેડકાઓ મજા થી ગાતા,
માતેલ મોરલા કેવા ઝુમતા મજાથી,
આજે ભુલકા ઓ કેવા હરખાતા,
ચાલો ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
આજે સોના સમી માટી મહેકી ,
ચાલો આ નજારો નિહારીએ આનંદે,
એક એક બુંદ નયનો ને દિલ ઠારે
ભેરુડા ભિંજાઈએ મન મુકી
ચાલો મારા ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
આજે પ્રેમી ઓની મોસમ આવી,
બે યુવાન હૈયા નો વિરહ ખતમ થયો.
બે હૈયા ના મિલન ની શુભ ઘડી આવી,
ચાલો ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
તરસતા દિલ ની આજે તરસ,
છિપાઈ વિરહ આપને ફળ્યાં,
આજ પ્રેમ મોસમ આવી છે,
ચાલો ભેરુડા વર્ષા વધાવવા જઈએ પ્રેમ થી,
ખેડુ ઓના હૈયે હરખ ન સમાયો,
આજે ભારે પરિશ્રમે ખેતર લીલુડા થયાં.
ચોતરફ પાણી પાણી થાય,ચાલો મારા
ભેરુડા વર્ષા વધાવા જઈએ પ્રેમ થી
આજે ચોતરફ આંનદ છવાયો,
મેઘરાજા એ મહેર કરી,હાલો
મારા ભેરુડા વર્ષા ને વધાવા જઈએ પ્રેમ થી,
શૈમી ઓઝા લફજ આ કવિતા મારી વતન ની વાત માં પ્રકાશિત થઇ છે,આભાર કવન ભાઇ અને પહેલ ટીમ નો