પ્રેમનો અદ્દભુત કારોબાર
સર્જાયો છે દરેકના જીવનમાં..
મનુષ્યનું સર્જન કરી ઈશ્વરે
જીવન રળિયામણું બનાવ્યું..
હ્રદયને નિર્મળ ભાવનાઓથી
અને આનંદથી છલકાવી દીધું છે..
પરંતુ પ્રેમમાં સહુની સમસ્યાઓ
એક સરખી જ હોય છે..
આંખમાંથી છલકાતા આંસુ પણ
ક્યાં કોઈના
જુદા હોય છે.?
ક્યાંક કોઈક જગ્યાએ..
બીજ અંકુરાય છે..
તો ક્યાંક કોઈક..
માટીમાં ભળી નાશ પામે છે..
પરિવર્તન પામતાં રહેવું
સંસારનો નિયમ છે..
ક્યાંક પ્રેમના અમી ભર્યા
પ્યાલા પીવાય.. તો ક્યાંક..
વિષથી ભરેલા પ્યાલા..
પીવા પડે છે..
ઈશ્વરનો જીવન પર્યન્ત
હિસાબી કારોબાર..
ક્યાં કદી કોઈનેય સમજાયો છે..
આરતી સોની©રુહાના.!
અમદાવાદ
...