ભારતીય
ક્રિકેટ ટીમને........
એક ગઝલ
નિષ્ફળતાને રોઈ નાખો,
ચાલો , મોઢું ધોઈ નાખો.
કયાં લગ આમ જ બેઠા રહેશો?
આગળ રસ્તો જોઈ નાખો.
'આ સપનું કૈં છેલ્લું નહોતું,'
કાને આવું કોઈ નાખો.
સાચા સિક્કા રાહ જુએ છે,
ખોટા સિક્કા ખોઈ નાખો.
મોતી અનુભવનાં લઈ 'શિલ્પી',
સુંદર માળા પ્રોઈ નાખો.
-'શિલ્પી' બુરેઠા (કચ્છ )