ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, પાવામાં કોણ છે મહાકાળી મા છે...
આમ માતાજીની ધુન કરતાં કરતાં લોકો પગપાળા ડાકોર જતા હોયછે..પાવાગઢ જતા હોયછે ને અંબાજી પણ જતા હોયછે...
બે જોડ કપડાં, બે જોડ પગરખાં, એક નહાવાનો ટુવાલ ને થોડાક પૈસાપાણી સાથે લોકો સંગમાં કાંતો એકલ દોકલ પણ જવા ઘરેથી નીકળી પડે છે..
જેવી જેની શ્રદ્ધા તેવી તેની ભક્તિ..કોઇ ચાલતા જાય તો કોઇ પોતાનું વહીકલ લઇને જાય..તો કોઇ વળી મધ્યમ વર્ગનું હોય તો તે સરકારી એસટી બસમાં પણ પ્રવાસ કરેછે...
જયારે જયારે વાર તહેવાર હોય કે કોઇ મોટી પુનમ હોય તો આવા સંગ દરેક ગામથી કે દરેક શહેરમાંથી નીકળતા હોયછે..
પહેલા જમાનામાં લોકો એકલ દોકલ જતા હતા..પણ હવે લોકો સંખ્યાઓમાં જતા હોયછે..વાતો કરતા જાય ને પગ ઉપાડતા જાય...
આમાં વળી નાનાથી માંડીને મોટી ઉમરના લોકો પણ જતા હોયછે. નાની ઉમરના લોકો તો શરીરમાં ગરમ લોહી હોવાથી તેમને ચાલવામાં જરાય તકલીફ પડતી નથી પણ મોટી ઉમરના લોકોને ચાલતા ચાલતા પગમાં ઘણી તકલીફો થતી હોયછે..
જેમકે પગ ફુલી જવા ,પગમાં ઘા પડવો, અથવા પગમાં સખત દુખાવો થવો..આવુ જો કયારેક તેમને થાય તો તેમને થોડોક આરામ લેવો પડે છે..
આથી રસ્તામાં ઘણા નાના મોટા વિસામો આવતા જ હોયછે તેમાં જમવાનું..પાણી તેમજ આરામ કરવા ગાદલા પણ પાથરેલા જ હોયછે તો ઘણી વાર તેઓ ખાટલા પણ રાખતા હોયછે...આવા કઠીન સમયે પગપાળાઓને ઘણીબધી સગવડ મળતી હોય છે...
જનસેવા એજ પ્રભુ સેવા માની ને ઘણા પૈસાદાર સેવાભાવી સેવકો આવા કામ કરતા હોયછે..
વિસામાઓમાં ઘણીવાર પગમાં માલિસ કરનારાઓ પણ જોવા મળે છે...જેઓ દવાની ટયુબો લઇને ફરતા જ હોયછે..તેઓ તમને દુખતા પગમાં જરાક દવા ચોપડીને સરસ માલિસ કરી આપતા હોયછે.
આમાંના એક છે યુસુફભાઈ..
જાતે મુસલમાન છે પણ પગપાળા યાત્રીઓની સેવા કરવી તે તેમની નસ નસમાં દેખાયછે...
જયારે પણ આવા સંઘો નીકળે છે ત્યારે તે સ્વંયમ આવવા વિસામે પહોચી જાયછે...તેઓ એક પૈસો પણ યાત્રીઓ પાસેથી લેતા નથી પણ સેવા કરવી તે જ તેમનો ધર્મ છે..તેમ તેઓ માનેછે..પછી તે કોઇપણ નાતજાતનો માણસ હોય..તે એવું માને છે કે સેવા કરવાથી જ આપણુ જીવન ધન્ય બને છે..પછી તે કોઇપણ માણસ મંદિર જતો હોય કે મંઝીદ જતો હોય..આખરે તો તે રામ કે રહીમને મળવા તો જાયછે...
એક વાત ચોક્કસ છે આપણે હિન્દુ લોકો..મુસલમાનના કોઇપણ ત્હેવારોમાં કોઇપણ સેવા આપવા જતા નથી પણ મુસલમાન લોકો હિન્દુના દરેક ત્હેવારોમાં ચોક્કસ આવીને સેવા આપતા હોયછે...
આ વાત ભલે કડવી લાગે પણ સો ટકા સાચી વાત છે જે આપણે (હિન્દુઓએ) ખરેખર માનવી જ રહી..
સેવા કરવામાં કોઇ નાત જાત હોતી નથી બધાજ આપણે એક સરખા માણસો જ છીએ..તેમ સમજીને આપણે આગળ વધવું જોઈએ....
આપણે નાત જાતમાં માનીએ છીએ પણ પેલો ઉપર બેઠો છે તે જરાય સમજવા તૈયાર નથી..તે તો દરેક જણ માણસો છે જે મે જ બનાવ્યા છે તેમ જ સમજે છે...