તમારી નજરનું જરા ધ્યાન રાખો
થયા લાખ પાગલ હવે ભાન રાખો
જતા જોર આવે દશૅને પ્રભુંના
હ્રદયમાં પ્રભુંનું સદા સ્થાન રાખો
દિલોમાં સમાઈ રહેશો બધાના
હરખના ધરી ધન કલહ બાન રાખો
રહે છે મરણ તો જનમની સમીપે
ડરો નહિ લગી હાથ પર જાન રાખો
જવાનું જરૂર છે પરમ પંથ કો'દી
બનોના અજાણ્યા 'વિનય' જ્ઞાન રાખો
#વિનય પટેલ