કુદરતે દરેક ને યથાશક્તિ પ્રમાણે બુધ્ધી તેમજ સમજશક્તિ આપી જ છે..ચાહે પછી માણસ હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય..
ઘણીવાર આપણે એવું જ વિચારતા હોઇએ છીએ કે દુનિયામાં એક માત્ર મનુષ્ય જ એવું છે કે ભગવાને તેને જ બુદ્ધિ ને સમજશક્તિ આપીછે..બીજા કોઇ જીવને નહિ! એક રીતે જોઇએ તો આ વિધાન આપણુ ખોટુ પુરવાર થાયછે....
તમે એવા ઘણા જ ચમત્કાર જોયા હશે કે ઘણીવાર મનુષ્ય એક બાજુ હોયછે ને તે ચમત્કાર પ્રાણી કે પક્ષી કરી જતા હોયછે...
પહેલા એક લેખમાં મે જણાવ્યું હતું કે પાવાગઢ બાજું એક મંદિરમાં રાતે રોજ એક સિંહ તેનો ચોકીપહેરો કરવા આવતો હોયછે રાતે આવેછે ને સવાર પડતા જ તે તેની દિશામાં ચાલ્યો જાયછે આથી સાંજની આરતી પછી આ મંદિરમાં કોઇ જતું નથી ને અંદર કોઇ રહેતુ પણ નથી...
બીજા એક લેખમાં મેં જણાવ્યું હતું કે એક ગાય એક શંકર ભગવાનના મંદિરે જઇને તે એકલી એકલી મંદિરની ગોળ ગોળ પદક્ષીણા કરતી હોયછે..
ત્રીજા એક લેખમાં મે જણાવ્યું હતું કે એક વાંદર એક હનુમાનજીની મૂર્તિ ઉપર ચઢીને પોતાના હાથે હનુમાનજીને કંઇક ખવડાવે છે..
તો શું આ પ્રાણીઓ આમ જ આવુ કામ કરતા હશે!
આવી બુધ્ધી તેમનામાં આવી કેવી રીતે! તેની પાછળ છે કુદરત
ને કુદરત એટલે જ ભગવાન.
આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે..આપણા દેશના કોઇ એક મંદિરમાં રોજ સવારે ને સાંજે એક મોર આવેછે..ને આવીને મંદિરની ટોચ ઉપર બેસી જાયછે પછી તે સતત ટહુકા કર્યા કરેછે..
ત્યાર બાદ આ ટહુકા સાંભળ્યા પછી જ આ મંદિરમાં પૂજા આરતી થાયછે..
જયાં સુધી આ મોર મંદિરમાં આવે નહી ત્યા સુધી તે મંદિરમાં આરતી કે પૂજા લોકો કરતા નથી...
ભાઇ સમય છે બે પાંચ મીનીટ કયારેક તે લેટ પણ પડી જતો હોયછે પણ આવેછે જરુર...
તેના આવ્યા પછી જયારે તેનો ટહુકો સંભળાય પછી તુરંત આરતી સાથે ઢોલ નગારા વાગવાના ચાલુ થઇ જતા હોયછે ને આરતી પુરી થઇ ગયા પછી તે થોડીક વાર બેસીને ઉડી ગાયબ થઈ જતો હોયછે...
વરસાદ તાપ ઠંડી કોઇપણ સિઝન હોય પણ તે આવ્યા વગર રહેતો નથી...તેમ ત્યાના રોજીદા આવતા મંદિરના ભકતો જણાવે છે.
માટે કયારેક આવા ચમત્કારો પણ જોવા મળતા હોયછે...
જીવ છે ચાહે મનુષ્યનો હોય કે પશુંનો હોય કે પક્ષીનો હોય..દરેકને ભગવાને જ ઘડ્યા છે તેથી આવા ચમત્કારો તો અવાર નવાર થતા જ રહેવાના માટે આમ જાણીને તેમજ જોઇને આપણે બે હાથ જોડીને છેલ્લે માથું જ નમાવવાનુ છે! જય માતાજી.