English Quote in Quotes by Rakesh Chavda

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક સમજવા જેવુ વૃતાંત.*

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. જિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉ એવું લાગી રહ્યું હતું. બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે, દીકરા ફિકર ના કર તારો અને જિયા નો નિર્ણય સાચો જ છે. વૃધ્ધાઆશ્રમમાં હું મારી ઉંમરના વૃધ્ધો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તમો બંનેએ મારા માટે ઘણુ કર્યું છે, હવે તમારી જિંદગી જીવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો. હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.કારણકે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માંગેલુ કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપુજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એજ ઘરમાંથી હું એમને બે-દખલ કરી રહ્યો હતો. જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા-બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું.
બા-બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી,અને જિયા મોર્ડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું. બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જિયા આ કારણે ક્યાય જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને નડતરરૂપ લાગતું. આમાંથી છૂટકારો પામવા જિયાએ જ મારા મનમાં બાપુજીને વૃધ્ધાઆશ્રમમાં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું. હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા,જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે.મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે!!! પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જિયાને બોલાવીને ફોન આપી દીધો, એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખૂશ હતી પરંતુ બીજીજ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જિયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલુ કહ્યું કે,આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજી પાસે ગઈ,હું પણ પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું, બાપુજી રાત્રે રસોઈ માં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું!!! અને પુછ્યુ કેમ આજે નથી જવાનુ? જિયાએ કહ્યું,ના બાપુજી આજે કે કાલે,ક્યારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હુ સમજી ગયો શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જિયા, બા હંમેશા સારા પ્રસંગે લાપશી બનાવતી. જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બા નાં ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ખૂશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જિયાને મનોમન આશિષ આપી રહ્યા હતા.....

English Quotes by Rakesh Chavda : 111212218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now