ભારત દેશ ગરીબ છે..
તેવું કહેનારા હવે બોલતા સચેત થશો..કારણકે હવે દેશમાં સરકાર તરફથી ઘણી બધી એવી યોજનાઓ આવી છે કે ઘર વિહાણાને ઘર મળે છે..બેરોજગાર ને નોકરી મળે છે..ને જમીન વગરનારાઓને જમીનો પણ મળે છે..
કદાચ વાંચી ને જરાક હસવું આવે..! પણ ખરેખર આજનો સમય હવે ઘણો બદલાઇ ગયો છે..આજથી પચ્ચીસ વર્ષ પહેલા જે હતું તે હાલ રહ્યુ નથી
જેને નોકરી કરવી છે તેને યોગ્ય નોકરીઓ પણ મળે છે..પરંતુ તે તેની લાયકાત મુજબની હોયછે.
તેમજ આજકાલ કોઇપણ ધંધો કરવો હોય તો બેંકો પણ લોનો આપતી જ હોયછે..નાનો મોટો ધંધો કરીને પણ જરાક પગ ઉપર ઉભું રહેવાય છે..
મકાનો માટે પણ લોનો હવે મળતી જ હોયછે..
આમ હવે માણસની જે જે જરુરીયાતો હોયછે તે મેળવવા માટે તેમાં હવે કોઇ મોટી તકલીફો આવતી નથી..તેથી એક સહેલાઇથી દરેકના કામ નીકળી જતા હોયછે.
આજે પણ ઘણા કુટુંબો ઘરવિહોણા હોયછે કે તેમની પાસે રાત વીતે તેટલી એક રુમ પણ હોતી નથી..દિવસ તો ગમે તેમ નીકળી જતો હોયછે પણ જયારે રાત પડે ત્યારે એક મીઠી ઉઘ લેવાની જગ્યા હોતી નથી માટે લોકોને ના છુટકે રોડ ઉપરની બંધ દુકાનોના ઓટલે રાત વિતાવવી પડેછે તો કોઇ વળી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કે કોઇ એવી જાહેર જગ્યાએ જઇને રાતવાસો કરવો પડેછે..
પરંતુ નડિયાદ શહેરીજનો માટે એક ખુશખબર આવી છે.. કે જે લોકો આ વિસ્તારમાં રહેતા હોય તેમજ ઘરવિહોણા હોય તે લોકોને રાત આરામથી વિતાવવી હોય તો નડિયાદ નગરપાલિકા ને સંતરામ મંદિર તરફથી રાતે સુવા માટે એક સારી સુવિધા કરવામાં આવી છે..જેથી બેઘર લોકો એકલા કે ફેમીલી સાથે ત્યા જઇને એક મીઠી નિન્દ લઇ શકેછે તેમને હવે રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર ગમેતેમ સુવાની જરુર નથી..
માણસ આખો દિવસ તનતોડ મજુરી કરે તો તેને રાત્રે ચાર પાંચ કલાકની ઉંઘ જરુર જોઈએ..ખાવાનું તો કંઈ પણ ખાઇને ચલાવી શકેછે કદાચ એક ગ્લાસ પાણી પીવે તો પણ ઉઘ આવી શકેછે પણ જો તેને રાતે સરખી ઉઘ ના મળે તો તે બીજા દિવસે કંઇપણ કામ કરવા અશકત હોયછે માટે આવા લોકોને રાતે સુવાની જરુરી સગવડ મળી રહે તે માટે નડિયાદ નગરપાલિકા તેમજ સંતરામ મંદિર તરફ આવી પણ સેવા થઇ શકે તે માટે આ એક નેક કામ કરવાનું બીડું ઝડપ્યું છે..
જે ખરેખર આવકાર્ય છે..તેમજ ધન્યવાદ ને પાત્ર પણ કહી શકાય..
જય સંતરામ મહારાજ..