એમણે મિત્રો ઘણા શકમંદ રાખ્યા છે,
તોયે અમે સંબંધો બધા અકબંધ રાખ્યા છે,
કોક'દિ તો ફરશે તેઓ પરત એ વાતે,
એમની યાદો સાથેય ઋણાનુબંધ રાખ્યા છે,
સેહવાશે કે કેમ એમની નાજુકતાનો ભાર,
તેથી જ તો બે-ચાર જામનાયે પ્રબંધ રાખ્યા છે,
મળવા જેવો માણસ છું છતાંયે તારે કાજ,
મેં મારા દિલના બારી બારણાંયે બંધ રાખ્યા છે.
પાનેતર ને પછવાડે ઉગશે લીલા રંગો,
એ આશે પાનખર સાથેય સબંધ રાખ્યા છે.
- મળવા જેવો માણસ.
- જી.જી.ત્રાડા.
- રાજકોટ.