Repost
#તેઓ_એક_બીજાને_પ્રેમ_કરે_છે .
કૂતરી ને કૂતરો પ્રેમ કરે છે.
એક બીજા સાથે ગેલ કરે છે.
માણસ એને લાકડીથી મારે છે.
કૂતરો રેપ નથી કરતો,
કૂતરી છીનાળું નથી કરતી,
તેઓ તો મોસમને માણે છે.
દિલ ફાડીને પ્યાર કરે છે.
પણ
માણસને તે ખટકે છે.
એની અંદર કશુક અટકે છે.
કેમ કમાન એની છટકે છે?
કરે કોઈ સવાલ,
તો કહે
તેનાથી બાળકો બગડે છે.
પણ
કૂતરાઓ નથી બ્લુ ફિલ્મ જોતા,
કે
નથી અશ્લીલ સાહિત્ય વાંચતા.
તેઓ તો ફક્ત પ્રેમ કરે છે.
પછી
બાળકો કેમ બગડે છે ?
પછી
માણસ
સ્નેહ પર લાંબા લચ વ્યાખ્યાનો આપે છે.
પ્રેમ પદારથની કવિતા કરે છે.
કાલિદાસનું મેઘદૂત વાંચે છે.
પ્રેમ પર પુસ્તકો લખે છે.
પણ
જો
કૂતરો અને કૂતરી પ્રેમ કરે
તો
તેમને એક બે લાકડી જરૂર મારે છે.
Triku Makwana