આજે કોઇપણ રોડ ઉપર નજર કરો તો બસ ખાવા પીવાની હોટલો તેમજ ચાર પૈડાવાળી લારીઓ જ જોવા મળેછે..પુરીસબ્જી, સેવઉસર,
પાવભાજી..ભજીયા..ગોટા..
પાણીપુરી..બસ જોઇ જોઇને ખાવાનું જ મન થતું હોય છે...દેખાવે સુંદર ને ટેસ્ટમાં બેસ્ટ...જાણે ખા ખા જ કરીએ..ને પેટની લાગેલી કડકડતી ભુખ ભગાવીએ..
કયારેક આવી ચીજો ખાવાથી મનને અદ્ભૂત શાંતિ મળેછે..ને લાગેલી ભૂખ પણ ભાગેછે..
પણ ઘણા લોકોને બે દિવસ પછી પેટની બિમારીઓ થતી હોયછે..કોઇને ગેસ થતો હોયછે તો કોઇને એસીડીટી થતી હોયછે તો કોઇને સામાન્ય પેટનો દુખાવો પણ થતો હોયછે..
બસ પછી મેડીકલ સ્ટોરમાં જઇને તેની દવા લઇ લેવાની..દર્દ ગાયબ!
તો ઘણાને એક જાતની ટેવ પણ પડી જાયછે કે તેને પછી ઘરનું જમવાનું જરાય ભાવતું નથી હોતુ..માટે તે પછી હમેશાં બહારનું જ ખાવાનું ખાતો હોયછે..
ઘરની દાળ તેને નથી ભાવતી પણ બહારની બિરીયાની વધું ટેસ્ટથી ભાવેછે..
આમને આમ તેને રોજ તેલનું ખાવાથી એક દિવસ લાંબા ગાળાનો ખાટલો બની જતો હોયછે...જેટલું બહારનું ખાધુ હોય તેના કરતા અનેક ઘણી બિમારીની દવાઓ ખાવાની ચાલુ થઇ જાયછે...
લોક કહેછે કે તેલનું રોજ ખાવાથી ર્હદયને માર પડતો હોય છે..કારણકે પછી આપણા લોહીમાં કોલોસ્ટોન પ્રમાણ વધી જતુ હોયછે..લોહી જાડું થતું જાયછે ને પછી લોહીની નળીઓ પણ બ્લોક થઇ જાયછે..પછી આવે તેને એક માઇનર એટેક..પછી તો તે તેલનું ખાવાનુ જ કાયમ માટે બંધજ કરી દેતો હોયછે ત્યાર બાદ આવેછે એક મોટું ર્હદયનું ઓપરેશન..જેને બાયપાસ સર્જરી કહેવાય..જેને કરાવવા બે થી ત્રણ લાખ રુપિયા જરુરીયાત ઉભી થઇ જાયછે..
બસ પછી તો તેને થોડાક મહિનાના જીવવાના મળી જતા હોયછે..
આમ રોજ પંદર વીસ રુપિયાના ભજીયા ખાઇને પછી તેની પાછળ લાખોનો રુપિયાનો ખર્ચ થઇ જતો હોયછે...
પણ હવે માંડી માંડી સરકાર આ બાબતે જાગી છે..!
ઘણા ફરસાણવાળાઓ એકજ તેલમાં અનેક જાતની ખાવાની બનાવટો બનાવતા હોય છે..તેવી તળેલી ચીજો ખાવાથી શરીરમાં અનેક જાતની બિમારીઓ ફેલાતી હોયછે..
હમેશાં નવું ને તાજું તેલ એકંદરે પાતળું ને પારદર્શક હોયછે..પણ જો તે તેલ એકથી વધું વખત ઉપયોગમાં લેવાથી તે ઘટ્ટ બની જતું હોયછે તેમજ તેનો રંગ પણ પીળા કલરમાંથી લાલ કે કેસરી બનતો હોયછે..જે શરીર માટે ઘણું જ હાનીકારક હોયછે..
આમાથી બનેલી ચીજો ખાવાથી ટેસ્ટમાં તો કોઇ જ ફરક પડતો નથી..પણ જે ચીજો આવા તેલમાં તળાઇ છે તે ચીજોમાં આવુ તેલ તેની અંદર ગયેલું હોયછે..
જે લાંબા ગાળે આપણા શરીરને નુકશાન કરેછે..
આથી સરકારે આના માટે એવી ખાસ ટીમો બનાવી છે કે તેઓ આવી ફરસાણ બનાવતી દુકાનો કે લારીઓ ઉપર જઇને ને તેમના તળેલા તેલની ગુણવતા ચકાસશે જો તેમાં કોઇ ફરક નજરે પડશે તો બનાવનાર સજાને પાત્ર ગણાશે..
દંડ સાથેની સજા..તે પણ ઉંમર કેદ પણ થઇ શકેછે..જેવો ગુનો તેવી સજા..
આ તો ચાલો સરકારનો આવો કાયદો છે..પણ જો આપણે જ આવી ચીજો ના ખાઇએ તો એથી વધું સારુ શું હોઇ શકે..!
એટલે જ ઘરનું જમણ એ જ બેસ્ટ ને શુધ્ધ જમણ..
પછી તો કોઇ જ દવાઓ લેવાની જરુર હોતી નથી..બસ ખાધે જ રાખો તમ તમારે...પણ ખાવો જરા ઓછું તેલ..હો!